Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

16 નવેમ્બરના રોજ કારતક મહિનાના વદ પક્ષની આઠમ તિથિ છે. આ દિવસે કાલ ભૈરવ આઠમ ઊજવવામાં આવે છે. શિવ પુરાણ પ્રમાણે આ તિથિએ ભગવાન શિવના ગુસ્સાથી પ્રદોષ કાળમાં ભૈરવજી પ્રગટ થયાં હતાં. આ ભૈરવનું જ એક સ્વરૂપ કાલ ભૈરવની આ દિવસે પૂજા કરવામાં આવે છે. સાથે જ ભગવાન શિવ અને માતા પાર્વતીની પણ પૂજા કરવામાં આવે છે. ભગવાન શિવજીએ બધી શક્તિપીઠોની રક્ષાની જવાબદારી ભગવાન ભૈરવને આપી હતી. એટલે બધી શક્તિપીઠ મંદિરોમાં કાલ ભૈરવનું પણ ખાસ પૂજન કરવામાં આવે છે. કાલ ભૈરવના દર્શન વિના દેવી મંદિરોના દર્શનનું પુણ્ય અધૂરું માનવામાં આવે છે.


કાલભૈરવ પૂજા વિધિ
ભગવાન ભૈરવની પૂજા પ્રદોષ કાળ (સાંજે 5.35 થી રાતે 8 વાગ્યા સુધી) અને અર્ધરાત્રિ (રાતે 12 થી 3 વચ્ચે)માં કરવી જોઈએ. તેમની પૂજામાં ચમેલીનું ફૂલ ચઢાવો. સરસિયાના તેલનો ચૌમુખો દીવો પ્રગટાવો અને આખું નારિયેળ દક્ષિણા સાથે ચઢાવો. પ્રદોષ કાળ કે મધ્યરાત્રિમાં જરૂરિયાતમંદને ધાબળાનું દાન કરો. આ દિવસે ૐ કાલભૈરવાય નમઃ મંત્રનો 108વાર જાપ કરો. પૂજા કર્યા પછી ભગવાન ભૈરવને જલેબી કે ઇમરતીનો ભોગ ધરાવો. આ દિવસે અલગથી ઇમરતી બનાવીને કૂતરાને ખવડાવો.

કાલ ભૈરવને શું ચઢાવી શકાય છે
કાલ ભૈરવને વિવિધ ભોગ ધરાવી શકાય છે. જેમાં કેળાના પાન ઉપર પકવેલા ચોખાનું નૈવેદ્ય ધરાવો. ગોળ-ચણાના લોટની રોટલી બનાવીને ભોગ ધરાવી શકાય છે. આ ભોગમાંથી થોડો પ્રસાદ તરીકે લઈ શકાય છે. કૂતરા માટે પણ આવી એક અલગથી રોટલી બનાવવી.

આઠમ તિથિ શિવ-શક્તિની તિથિ છે
આઠમના દિવસે કાલભૈરવ પ્રકટ થયા હતાં. એટલે આ તિથિને કાળાષ્ટમી કહેવામાં આવે છે. આ તિથિના સ્વામી રૂદ્ર હોય છે. સાથે જ વદ પક્ષની આઠમ તિથિએ ભગવાન શિવની પૂજા કરવાની પરંપરા છે. આખા વર્ષમા આઠમ તિથિએ આવનાર બધા તિથિ-તહેવાર દેવી સાથે જોડાયેલાં હોય છે. આ તિથિએ શિવ અને શક્તિ બંનેનો પ્રભાવ હોવાથી ભૈરવ પૂજા વધારે ખાસ બને છે. આ તિથિએ ભયને દૂર કરનારને ભૈરવ કહેવામાં આવે છે. એટલે કાલભૈરવ આઠમના દિવસે પૂજા-પાઠ કરવાથી નકારાત્મકતા, ભય અને અશાંતિ દૂર થાય છે.