હવે માર્કેટમાં ફ્યૂચર્સ એન્ડ ઑપ્શન્સ (F&O) ટ્રેડિંગ કરનારા માટે ખરાબ સમાચાર છે. હવે ફ્યૂચર્સ એન્ડ ઓપ્શન્સ ટ્રેડિંગ કરનારાએ આગામી સમયમાં તેના પર વધુ ટેક્સ ચૂકવવાની નોબત આવી શકે છે. F&Oથી થતા નફા પર લોટરી જીતવા જેટલો અથવા ક્રિપ્ટોકરન્સીમાં રોકાણથી થનારી કમાણી જેમ જ 30% ફ્લેટ ટેક્સ લાગી શકે છે. લોટરી પર થયેલી કમાણી પર વધુ ટેક્સ લાગી શકે છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર સરકાર એફ એન્ડ ઓ ઓપ્શન્સથી થનારી કમાણીને લૉટરી અથવા ક્રિપ્ટોકરન્સીથી થયેલી કમાણી માની શકે છે. લૉટરીથી થયેલી કમાણી પર વધુ ટેક્સ લાગે છે. આ જ રીતે ક્રિપ્ટોકરન્સીથી થતી કમાણી માટે પણ વધુ ટેક્સ ચૂકવવાનો નિયમ છે. સરકારે ફ્યૂચર્સ એન્ડ ઓપ્શન્સ કારોબારમાં તેજીથી વધી રહેલી ખોટને લઇને ચિંતા વ્યક્ત કરી હતી.
દેશમાં અનેક લોકો એફ એન્ડ ઓમાં રોકાણ કરી રહ્યા છે અને તેઓને ભારે નુકસાન સહન કરવાની નોબત આવી છે. દરમિયાન સરકાર હવે એફ એન્ડ ઓથી થનારી કમાણીને વ્યાપારિક આવકના સ્થાને સટ્ટાબાજી આવકની કેટેગરીમાં ઉમેરવા માટે વિચાર કરી રહી છે. તેનો અર્થ એ છે કે F&Oથી થતા નફા પર હવે લોટરી જીતવા કે ક્રિપ્ટોકરન્સીમાં રોકાણથી થતી કમાણી જેમ જ 30% ફ્લેટ ટેક્સ લાગી શકે છે.