પાકિસ્તાનમાં પીટીઆઈએ પૂર્વ મંત્રી ફવાદ ચૌધરીને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનના જમણા હાથના માણસ કહેવાતા ફવાદે ગયા વર્ષે 9 મેની હિંસા પછી રાજકારણમાંથી બ્રેક લીધો હતો. જોકે તેમણે પક્ષ છોડ્યો ન હતો. હવે એક વર્ષથી વધુ સમય બાદ પીટીઆઈએ તેમની સામે કાર્યવાહી કરી છે.
પાકિસ્તાની વેબસાઈટ AYR ન્યૂઝ અનુસાર, PTIના સેન્ટ્રલ ઈન્ફોર્મેશન સેક્રેટરી રઉફ હસને કહ્યું કે, ફવાદ ચૌધરી સિવાય ઈમરાન ઈસ્માઈલ, અલી ઝૈદીને પણ પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. પાર્ટીએ આ નિર્ણય સુપ્રીમો ઈમરાન ખાનના આદેશ બાદ લીધો છે.
ફરી ક્યારેય પીટીઆઈમાં પ્રવેશ નહીં કરે
રિપોર્ટ અનુસાર પીટીઆઈ કોર કમિટીએ એક ઠરાવ પસાર કર્યો છે. આ મુજબ આ મંત્રીઓ ક્યારેય પાર્ટીમાં પાછા નહીં ફરે. રઉફ હસને કહ્યું કે, અમે આ વ્યક્તિઓ દ્વારા શરૂ કરાયેલી રેટરિકનો જવાબ આપ્યો હતો, પરંતુ પીટીઆઈના નેતા ઈમરાન ખાને હવે અમને કોઈપણ નિવેદનનો જવાબ ન આપવા સૂચના આપી છે.