પ્રાઇમરી માર્કેટમાં રોકાણકારોનો ઉત્સાહ બેવડાઇ રહ્યો છે. મેઇનબોર્ડની તુલનાએ એસએમઇ આઇપીઓમાં રોકાણકારોને સારી કમાણી થઇ રહી છે. ચાલુ સપ્તાહમાં પણ 2-3 મેઇનબોર્ડના આઇપીઓ સામે એસએમઇ સેગમેન્ટમાં 5-6 આઇપીઓ ધૂમ મચાવશે. ચાલુ વર્ષમાં અત્યાર સુધીમાં આવેલા આઇપીઓમાં એસએમઇ આઇપીઓએ રોકાણકારોને જંગી કમાણી કરાવી છે.
ડિજીકોર સ્ટુડીયોનો આઇપીઓ 25 સપ્ટેમ્બરે ખુલશે: વિઝ્યૂઅલ ઇફેક્ટ સ્ટુડીયો ડિજીકોર સ્ટુડીયોઝ લિમીટેડ એનએસઇ ઇમર્જ લિસ્ટ કરાવશે. કંપનીનો આઇપીઓ 25ના રોજ ખુલશે અને 27 સપ્ટેમ્બરના બંધ થશે. આઇપીઓમાં કુલ 17,82,400 ઇક્વિટી શેર્સનો સમાવેશ થશે જેમાં 12,60,800 ફ્રેશ ઇસ્યુનો અને 5,21,600 ઇક્વિટી શેર્સની ઓફર ફોર સેલ (OFS)નો સમાવેશ થાય છે. આઇપીઓનું પ્રાઇસ બેન્ડ શેરદીઠ રૂ. 168થી 171 નિર્ધારિત કરવામાં આવ્યુ છે.
મંગલમ એલોયસનો 54.91 કરોડનો આઇપીઓ આજથી ખુલશે: મંગલમ એલોયસ લિમિટેડ 21ના રોજ આઇપીઓ સાથે જાહેરમાં જવાની પોતાની યોજનાની રજૂઆત કરી છે. કંપની આ આઇપીઓના માધ્યમથી ₹54.91 કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક ધરાવે છે, જેમાં શેર એનએસઇ ઇમર્જ પર લિસ્ટેડ થવાના છે. ફ્રેશ ઇશ્યુની સાઇઝ 61,26,400 ઇક્વિટી શેર સુધી છે અને ઑફર ફૉર સેલ પ્રત્યેક ₹10ની ફેસ વેલ્યુ પર 7,37,600 સુધી છે. આઇપીઓમાંથી મળેલી ચોખ્ખી આવકનો ઉપયોગ કાર્યકારી મૂડીની જરૂરિયાતો, વ્યાપાર વિસ્તરણ તેમજ સંશોધન-વિકાસ માટે અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે છે.