સંઘપ્રદેશ દાનહનાં દૂધની સહેલાણીઓ માટેનું ડેસ્ટિનેશન છે. અહીં 125થી વધુ અવનવી અને વિવિધ રંગબેરંગીથી સજાવટ કરવામાં આવેલી હોડીઓ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ હોડીઓની ડ્રોનની તસવીરનો નજારો થાઇલેન્ડનાં ટાપુ જેવો નજારો જોવા મળી રહ્યો છે.જ્યાં દક્ષિણ ગુજરાતનાં સુરત,ભરૂચ,અંકલેશ્વર, વડોદરા અને મહારાષ્ટ્રથી સૌથી વધુ સહેલાણીઓ આવે છે. જેનો દૂધની દમણગંગા નદી પરનો નજારો થાઇલેન્ડ ટાપુ જેવો અદભૂત જોવી મળી રહ્યો છે.માટે સહેલાણીઓએ થાઈલેન્ડ જવાની જરૂર નથી.જ્યારે અહીં સૌથી વધારે પર્યટકો અહી આવી રહ્યાં છે.
ગુજરાતભરના પર્યટકો સંધપ્રદેશના દૂધની ખાતે ફરવા માટે આવે છે. આ સ્થળને મિની કાશ્મીર તરીકે ઓળખવામાં આવે છે. જમ્મુ કાશ્મીરમાં જેમ હોડીને શણગારી યાત્રીઓને બેસાડવામાં આવે છે.તેમ અહી પણ રંગબેરંગી હોડીમાં પર્યટકોને બેસાડવામાં આવે છે. ઉનાળુ અને શિયાળુ વેકેશનમાં સૌથી વધારે પર્યટકો દૂધની ખાતે આવી રહ્યાં છે. જો કે પ્રવાસન વિભાગ દ્વારા પણ અહી સુવિધામાં વધારો કરાયો છે.