મહાનગરોમાં કોંક્રીટ અને હવામાં ભેજ વધવાથી ગરમીનું સ્તર વધી રહ્યું છે. આ કારણે શહેરોમાં રાત્રીના તાપમાનમાં વધારો થઇ રહ્યો છે. આ માહિતી થિંક ટેન્ક સેન્ટર ફોર એનવાયરમેન્ટએ તેના રિપોર્ટમાં જણાવી છે. સેન્ટરે ગત 23 વર્ષ એટલેકે જાન્યુઆરી 2001થી એપ્રિલ 2024 સુધીમાં ઉનાળાની હવા અને જમીનના તાપમાન અને હવામાં ભેજનું વિશ્લેષણ કર્યુ છે. તે મુજબ હવામાં ભેજ બધાજ જળવાયુ ક્ષેત્રમાં ગરમીનું દબાણ વધારી દે છે. ઉપરથી શહેરોનું કોંક્રીટીકરણ વાતાવરણને ગરમ રાખે છે. આ બન્ને કારણે દિલ્હી અને હૈદરાબાદમાં હવામાં ઠંડક નથી થતી. બેંગલુરુને બાદ કરતાં બધાં 5 મહાનગરોમાં ગરમ હવામાં ભેજ 5થી 10 ટકા વધી ગયો છે.
આઇઆઇટી ભુવનેશ્વરે દેશના 140 શહેરોનો અભ્યાસ કરી જાણ્યું કે ગત બે દશકામાં(2003- 2020)માં ગામડાંની અપેક્ષાએ શહેરોમાં રાત્રી 60 ટકા વધારે ગરમ રહી. આનું મોટું કારણ વધેલું શહેરીકરણ છે. આનાથી દરેક દશકામાં તાપમાન 0.2 ડિગ્રી વધ્યું છે. અમદાવાદ, જયપુર અને રાજકોટમાં શહેરીકરણની વધારે અસર રહી. દેશમાં અત્યારે 40 કરોડની સવતી શહેરી છે, જે 2080 સુધી 80 કરોડ થઇ જશે.