સંપૂર્ણ યોગ્ય રીતે અંગત નાણાંકીય બાબતોનું સંચાલન કરવું તે આપણો સતત પ્રયાસ છે. આપણે ઘણી વખત લાંબી કવાયત કરીએ છીએ, ક્યુ રોકાણ અથવા લોન્સ આપણી નજીકની અને લાંબા ગાળાની જરૂરિયાતો સાથે મેળ ખાય છે તેની મુંઝવણ થાય છે. છતા પણ અનેક લોકો અંગત નાણાંકીય સંચાલનના સરળ નિયમોને નજર અંદાજ કરે છે અને ક્રેડિટ કાર્ડના ઋણ અને પર્સોનલ લોન્સમાં અટવાઇ જાય છે એટલું જ નહી ટૂંક ગાળાના ધિરાણ માટે મિત્રો પાસે મદદ માગે છે. પરંતુ આપણાંમાંના ઘણાને જ્યારે વ્હિકલનું કે બિઝનેસ માટે એડવાન્સ ચૂકવવાની વાત હોય કે મિલકતની નોંધણી ફી, વિદેશી યાત્રા અથવા મેડીકલ બીલ્સની વાત આવે ત્યારે સરળમાં સરળ ગોલ્ડ લોન્સ જેવા ધિરાણ વિકલ્પો ધ્યાનમાં આવતા નથી તેવો નિર્દેશ કોટક મહિન્દ્રા બેન્ક લિમીટેડના રિટેલ એગ્રીક્લચર અને ગોલ્ડ લોન્સના શ્રીપાદ જાધવે દર્શાવ્યો હતો.
ગોલ્ડ લોન ધીમે ધીમે આપણા જીવનમાં જુદા જુદા સમયે થતી વિવિધ જરૂરિયાતોને ધિરાણ કરવાની એક સ્વીકૃત અને સન્માનદાયક રીત બની રહી છે. વાસ્તવમાં, ધિરાણ ભૂખ્યા શહેરી ભારત અને સાધારણ ગ્રામીણ વિસ્તારો પણ તેમના સ્વપ્નાને ધિરાણ કરવા માટે ગોલ્ડનાના આભૂષણો ગિરવે રાખવાનું વિચારી રહ્યા છે.