અયોધ્યામાં ભગવાન રામલલાના ભવ્ય મંદિરનું નિર્માણ ઝડપથી થઈ રહ્યું છે. ગર્ભગૃહમાં દરવાજા અને બારસાખના નિર્માણ માટે લાકડાની પણ પસંદગી કરી લેવાઈ છે. રામલલાના ગર્ભગૃહમાં 12થી વધુ દરવાજા રહેશે અને તેનું નિર્માણ સાગોનના લાકડાથી કરાશે જે મહારાષ્ટ્રથી લવાશે. મંદિર નિર્માણમાં લગભગ 500થી વધુ બંસી પહાડપુરના પથ્થરો વપરાયા છે.
ગર્ભગૃહનું નિર્માણ લગભગ 40% પૂરું થઈ ગયું છે. આવનારા દિવસોમાં રામલલા મંદિર નિર્માણ માટે પિલ્લર લગાવાવનું કામ ઝડપથી શરૂ થશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્રના મહાસચિવે જણાવ્યું કે ભગવાન રામલલાનો ગર્ભગૃહ અષ્ટકોણીય હશે. ગર્ભગૃહમાં મકરાનાના ઉચ્ચ ક્વૉલિટીના સફેદ માર્બલ ઉપયોગમાં લેવાશે જેના પર સેલ્ફ નક્શીકામ પણ કરાશે.
શ્રી રામજન્મભૂતિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય મંદિર નિર્માણના કામની જવાબદારી સંભાળી રહ્યા છે. મંદિર નિર્માણની પ્રગતિ અને પડકારોને ઉકેલવા માટે નિર્માણ કામમાં લાગેલી સંસ્થા અને ભવન નિર્માણ સમિતિની બેઠક દર મહિને યોજાઈ રહી છે.