ઉત્તરાખંડમાં ઉત્તરકાશી ટનલમાં પાઈપ નાખતા ઓગર મશીનનું પ્લેટફોર્મ તૂટી ગયું. જેના કારણે 12 નવેમ્બરથી ફસાયેલા 41 મજૂરોને બચાવવાનું કામ શુક્રવાર સવાર સુધી રોકી દેવામાં આવ્યું છે. બીજી તરફ પ્લેટફોર્મનું સમારકામ ચાલી રહ્યું છે.
અગાઉ, ગુરુવારે બપોરે 1.15 કલાકે બાકીના 18 મીટરનું ખોદકામ કામદારો સુધી પહોંચવા માટે શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ 1.8 મીટર ડ્રિલિંગ બાદ કાટમાળમાં સળિયો હોવાના કારણે ખોદકામ અટકાવવું પડ્યું હતું. દિલ્હીથી હેલિકોપ્ટર દ્વારા પહોંચેલા 7 નિષ્ણાતોએ તેનું સમારકામ કર્યું હતું. અધિકારીઓએ જણાવ્યું- આજે 1.86 મીટર ડ્રિલિંગ થયું. હજુ 16.2 મીટર ખોદકામ બાકી છે.
ખુલબેએ એમ પણ જણાવ્યું કે હજુ 16 મીટર ડ્રિલિંગ બાકી છે. હજુ 6-6 મીટરના ત્રણ પાઈપ નાખવાના બાકી છે. એક પાઇપ નાખવામાં 4 કલાક જેટલો સમય લાગશે. 16 મીટર ખોદકામ પછી જ બચાવ કાર્ય શરૂ થશે. પહેલાં 900 મીમીની 4 પાઇપ નાખવામાં આવી હતી. બાકીની 800 એમએમની પાઇપો નાખવામાં આવી હતી.