Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રાજકોટ સહિત રાજ્યભરમાં છેલ્લા આઠેક મહિનાથી કાર્ડની અછતને પગલે ડ્રાઈવિંગ લાઇસન્સમાં લાંબા વેઈટિંગની સ્થિતિ પ્રવર્તી રહી છે. તાજેતરમાં જ રાજકોટ આરટીઓમાં કાર્ડની અછતને પગલે 10 હજારથી વધુ ડ્રાઈવિંગ લાઇસન્સ પ્રિન્ટિંગ કરવાના બાકી છે જેના કારણે આ તમામ અરજદારોને દોઢ મહિનાથી લાઇસન્સ મળી શક્યા નથી. હવે જેમ જેમ કાર્ડની સપ્લાય થશે તેમ અમદાવાદથી જ લાઇસન્સ પ્રિન્ટિંગ કરીને રાજ્યભરની આરટીઓમાં મોકલવામાં આવશે.


લાઇસન્સના કાર્ડની એજન્સીનો કરાર પૂર્ણ થઇ જતા છેલ્લા કેટલાક સમયથી આ સ્થિતિ પ્રવર્તી રહી છે, અગાઉ સરકારે એજન્સીનો કરાર છ માસ લંબાવ્યો હતો પરંતુ હજુ સ્થિતિ એ જ છે. હાલ શહેરની આરટીઓમાં ડ્રાઈવિંગ લાઇસન્સનું પ્રિન્ટિંગ કામ બંધ કરી દેવાયું છે. રાજકોટ આરટીઓમાં હાલ દરરોજ 150થી વધુ કાર અને 300થી વધુ ટુ વ્હિલરની ડ્રાઈવિંગ ટેસ્ટ લેવામાં આવી રહી છે, પરંતુ દરરોજ આ તમામ અરજદારોના કાર્ડ પ્રિન્ટિંગ થઇ રહ્યાં નહીં હોવાથી લોડ વધ્યો છે. દરરોજ 550થી વધુ વાહનની ટેસ્ટ લેવાય છે પરંતુ ડ્રાઈવિંગ લાઇસન્સ દોઢથી બે મહિને પણ મળી રહ્યાં નથી.