ભારતીય શેરબજારમાં મંગળવારે ફરી એકવાર સેન્સેક્સ અને નિફ્ટીએ નવી ઓલ ટાઈમ હાઈ સપાટીને સ્પર્શીને ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો હતો. સેન્સેક્સ 391 પોઈન્ટ ઉછળી 80397ની ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો હતો. જ્યારે નિફ્ટી ફ્યુચરએ પણ 102 પોઈન્ટ ઉછળી 24510 ની નવી ઓલ ટાઈમ હાઈ સપાટીને ટચડાઉન કર્યું છે. સાથે સાથે બેન્ક નિફ્ટી ફ્યુચરએ પણ 20 ઉછાળા સાથે 52580 બંધ રહયો હતો. લાર્જકેપની તુલનાએ સ્મોલકેપ અને મીડકેપ શેર્સમાં આકર્ષક તેજી જોવા મળી છે.
ભારતીય શેરબજાર છેલ્લા બે દિવસમાં કોન્સોલિડેટ અર્થાત સંકોચાયા બાદ ફરી તેજી જોવા મળી છે. સેન્સેક્સ અને નિફ્ટી પણ સુધારા તરફી આગેકૂચ કરી રહ્યો છે. ઓટો, ફાર્મા અને એફએમસીજી શેર્સમાં ખરીદીનું પ્રમાણ વધતાં માર્કેટ ઉછળ્યું છે. ઓટો-ફાર્મા શેરોમાં સુધારા તરફી જ્યારે આઈટી, ટેક્નો શેર્સમાં ઘટાડા તરફી વલણ જોવા મળી રહ્યું છે. માર્કેટ ખૂલતાંની સાથે એનર્જી, એફએમસીજી, કેપિટલ ગુડ્સ, મીડકેપ ઈન્ડેક્સ રેકોર્ડ ટોચે પહોંચ્યા છે. જો કે, બાદમાં એનર્જી શેર્સમાં પ્રોફિટ બુકિંગ વધ્યું હતું. એચડીએફસી બેન્ક અને મારૂતિ સુઝુકી, અને આઈટીસીના શેર્સમાં વોલ્યૂમના પગલે સેન્સેક્સમાં સુધારા તરફી વલણ જોવા મળ્યું છે.
મંગળવારે શેરબજાર વધીને બંધ થયું હતું જેમાં કોટક બેન્ક,ગ્લેનમાર્ક ફાર્મા,ઝાઈડસ લાઈફ,એસીસી,ઈન્ડીગો,ગોદરેજ પ્રોપર્ટી,ટેક મહિન્દ્રા,ટાટા કેમિકલ,ઇપ્કા લેબ,અદાણી પોર્ટસ,સન ફાર્મા,ગ્રાસીમ, એચડીએફસી બેંક,ઈન્ફોસીસ,વેદાંત લિમિટેડ, એસબીઆઈ લાઈફ,રિલાયન્સ,વિપ્રો,લ્યુપીન,ટોરન્ટ ફાર્મા, હેવેલ્લ્સ, કોલ ઇન્ડિયા,અંબુજા સિમેન્ટ્સ,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, બાટા ઇન્ડિયા, લ્યુપીન, સિપ્લા, અશોક લેલેન્ડ, એશિયન પેઇન્ટ્સ,ટાટા સ્ટીલ,આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ફોસીસ, ઓએનજીસી, લાર્સન,જીન્દાલ સ્ટીલ,ડાબર ઇન્ડિયા,ગુજરાત ગેસ, કોટક મહિન્દ્રા. બેન્ક, વિપ્રો, ટીસીએસ,જેવી કંપનીઓના શેરમાં તેજી નોંધાઈ છે.જયારે બાટા ઇન્ડિયા,ટાટા કેમિકલ,ટીવીએસ મોટર,સન ફાર્મા,રેલ વિકાસ નિગમ લિમિટેડ,ઈન્ડિયન રેલવે ફાયનાન્સ કોર્પોરેશનના શેર નબળાઈ પર બંધ થયા છે.