અમેરિકાની સુપ્રીમકોર્ટે ઓપ્શનલ પ્રેક્ટીકલ ટ્રેનિંગ (ઓપીટી) પ્રોગ્રામને માન્યતા આપતા નીચલી અદાલતના ચુકાદાની સમીક્ષા કરવાનો ઈનકાર કર્યો છે. સુપ્રીમકોર્ટના આ ચુકાદાથી અમેરિકામાં ભારત સહિતના વિદેશી વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ પૂર્ણ થયા પછી પણ નોકરી કરી શકશે.
આ પ્રોગ્રામ ભારતીય વિદ્યાર્થીઓમાં લોકપ્રિય છે. ઓપીટી પ્રોગ્રામ એકમાત્ર પોસ્ટ-ક્વોલિફિકેશન વર્ક ઓપોર્ચ્યુનિટી છે. વર્ષ 2021-22માં 68,188 ભારતીય વિદ્યાર્થીએ ઓપીટી પ્રોગ્રામની પસંદગી કરી હતી.