ભારતીય રૂપિયો આજે શરૂઆતના કારોબારમાં અમેરિકન ડોલરની મુકાબલે 67 પૈસા તૂટીને 81.66ના ઓલટાઇમ લો પર આવી ગયો. આનું કારણ અમેરિકન ફેડરલ રિઝર્વ તરફથી વધતા વ્યાજદર છે. વ્યાજદર વધવાથી ઇકોનોમિક સ્લોડાઉન આવી શકે છે.
એશિયન કરન્સીમાં લાંબા સમય સુધી આઉટ પરફોર્મ કર્યા પછી રૂપિયો ગુરુવારે એશિયન પીર્સની વચ્ચે સૌથી મોટો લૂઝર રહ્યો. બ્લૂમબર્ગ અનુસાર શુક્રવારે રૂપિયો 80.99 પર ભંધ થયો હતો અને આજે 81.52 પર ખૂલ્યો. રૂપિયાની 52 વીક રેન્જ 73.61-81.66 રહી છે.
અમેરિકન કેન્દ્રિય બેંકે બુધવારે લગાતાર ત્રીજી વાર વ્યાજદરોમાં વધારો કર્યો હતો. ફેડરલ રિઝર્વે વ્યાજદરોને 0.75% વધારીને 3-32.5% કરી દીધો છે. મોંઘવારીને નિયંત્રણ કરવા માટે વ્યાજદરો વધારવામાં આવી રહ્યા છે. અમેરિકામાં મોંઘવારી 40 વર્ષના રેકોર્ડ સ્તરે પહોંછી ગઇ છે.
રૂપિયો તૂટવાનો મતલબ છે કે ભારત માટે ચીજોનું ઇમ્પોર્ટ કરવાનું મોંઘું થવું. આના સિવાય અમેરિકામાં ફરવું અને ભણવું પણ મોંઘું થઇ ગયું છે. માનીલો કે જ્યારે ડોલરના મુકાબલે રૂપિયાની વેલ્યૂ 50 હતી ત્યારે અમેરિકામાં વિદ્યાર્થીઓને 50 રૂપિયામાં 1 ડોલર મળી જતો હતો. હવે ડોલર માટે વિદ્યાર્થીઓએ 81 રૂપિયા ખર્ચ કરવો પડશે. આનાથી ફીને લઇને રહેવા-ખાવાનું અને અન્ય ચીજો મોંઘી થઇ જશે.