એક સમયે સ્માર્ટફોનનો આયાતકાર ભારત હવે વિશ્વનો અગ્રણી નિકાસકાર બની રહ્યો છે. જાન્યુઆરીથી મે 2024 દરમિયાન દેશમાંથી લગભગ 2.6 કરોડ સ્માર્ટફોનની નિકાસ કરવામાં આવી હતી. જ્યારે 2023માં 2.15 કરોડ સ્માર્ટફોનની નિકાસ કરવામાં આવી હતી. 2022માં માત્ર 58 લાખ સ્માર્ટફોનની નિકાસ કરવામાં આવી હતી. વાણિજ્ય મંત્રાલયના અહેવાલ અનુસાર અમેરિકા વર્ષના પ્રથમ પાંચ મહિનામાં 76 લાખ યુનિટ સાથે નિકાસનો સૌથી મોટો ખરીદદાર હતો. યુએઇ 38 લાખ સ્માર્ટફોન સાથે બીજા ક્રમે છે.
નવા મોડલની ઉપલબ્ધિથી વેગ મળ્યો: વૈશ્વિક સ્માર્ટફોનને વેગ આપવા માટે વિવો દ્વાર નવી ટેક્નોલોજી સાથે નવા આકર્ષક મોડલની રજૂઆત કરવામાં આવી રહી છે. વી40 શ્રેણી સાથે પોર્ટફોલિયોનો વિસ્તાર કર્યો છે.
5જીની માગમાં ઝડપી વૃદ્ધિ નોંધાઇ- દેશની હાઇ પર્ફોર્મન્સ સ્માર્ટફોન આઈકૂ બહુપ્રતિક્ષિત ઝેડ9 એસ શ્રેણી રજૂ કરશે.જે એવા યુવાન મલ્ટિટાસ્કર્સ માટે ડિઝાઇન કરવામાં આવી છે જેઓ હંમેશા સફરમાં હોય છે.એઆઇ ટેક્નોલોજીના કારણે વૈશ્વિક સ્તરે માગમાં ઝડપી વધારો થઇ રહ્યો છે.
રિયલમી ઈનોવેશનમાં વિશ્વમાં અગ્રણી બની- ભારતીય યુવાનોમાં સૌથી લોકપ્રિય રિયલમી તેની નેક્સ્ટ જનરેશન 320W ચાર્જિંગ ટેકનોલોજી રજૂ કરી છે.