Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

દર વરસે 9 ઑક્ટોબર ‘વિશ્વ ટપાલ દિવસ’ તરીકે ઊજવાય છે. આજના જમાનામાં પત્રવ્યવહારના પ્રમાણમાં ઘટાડો થયો છે પણ પત્ર લખવાની પરંપરા હજુ પણ સાવ વિલુપ્ત થઈ નથી. દીવાળીની શુભકામનાઓ આપતા કાગળ, સારા-નરસા નરસા પ્રસંગોના કાગળ, દેશ-વિદેશમાં વસતા પરિવારજનોના કાગળ લઈને આવતા ટપાલીને દરેક ઘરના સભ્ય જેવું માન મળતું હતું. આઝાદીના સંઘર્ષકાળમાં મહાત્મા ગાંધી આખા દેશમાં પરિભ્રમણ કરતા હતા.


લોકોને તો ઘણી વાર ખબર પણ નહોતી રહેતી કે બાપુ ક્યાં છે? એવા સમયે પણ લોકો સતત બાપુને કાગળ લખતા હતા. જેમને ખબર ના હોય કે ગાંધીજી હાલમાં ક્યાં છે એવા સમયે તેઓ કાગળ પર માત્ર એટલું જ લખીને કાગળ રવાના કરી દેતા હતા કે ‘મહાત્મા ગાંધી. જ્યાં હોય ત્યાં.’ એ પોસ્ટ વિભાગની જ કમાલ હતી કે સંદેશાવ્યવહારનાં ઓછાં સાધનો વચ્ચે પણ બાપુનું ઠેકાણું શોધીને એ કાગળ તેમના સુધી પહોંચાડવામાં આવતો હતો. એ રીતે આઝાદીની લડાઈમાં પોસ્ટની ભૂમિકા પણ નાની નહોતી. એક અંદાજ મુજબ, ગાંધીજીએ 31 હજારથી પણ વધારે પત્રો, ટેલિગ્રામ લખ્યા હતા જ્યારે તેમને આવનારા પત્રોની તો કોઈ સીમા જ નહોતી. સાબરમતી આશ્રમ ટ્રસ્ટ દ્વારા ગાંધીજીએ લખેલા અંદાજે 31 હજારથી વધારે પત્રો અને તેમને બીજા મહાનુભાવોએ લખેલા 8500થી વધુ પત્રોને ડિજિટલરૂપે ઉતાર્યા છે.