ગયા અઠવાડિયે, ટોચની 10 સૌથી વેલ્યૂએબલ કંપનીઓમાંથી નવના કમ્બાઇન્ડ માર્કેટ વેલ્યૂએશન રૂ. 2,29,589.86 કરોડનો વધારો થયો હતો. આ સમયગાળા દરમિયાન લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (LIC) સૌથી વધુ નફો કરતી હતી.
LICની વેલ્યૂએશન રૂ. 60,656.72 કરોડથી વધીને રૂ. 6,23,202.02 કરોડ થઈ છે. જ્યારે HDFC બેન્કની વેલ્યૂએશન રૂ. 39,513.97 કરોડ વધીને તેનું માર્કેટ કેપ રૂ. 13,73,932.11 કરોડ થયું હતું. જોકે, ઇન્ફોસિસનો માર્કેટ કેપ રૂ. 18,477.5 કરોડ ઘટ્યો હતો.
છેલ્લા ટ્રેડિંગ સપ્તાહ (25 થી 29 નવેમ્બર) વચ્ચે સેન્સેક્સ 685 પોઈન્ટ ઉછળ્યો હતો. 29 નવેમ્બરે, સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે, સેન્સેક્સ 759 પોઈન્ટ (0.96%) ના વધારા સાથે 79,802 પર બંધ થયો હતો. નિફ્ટીમાં 216 પોઈન્ટ (0.91%)નો ઉછાળો આવ્યો હતો, તે 24,131ના સ્તરે બંધ થયો હતો.
સેન્સેક્સના 30 શેરોમાંથી 26 વધ્યા અને 4 ઘટ્યા. નિફ્ટીના 50 શેરોમાંથી 43 ઊંચકાયા હતા અને 7 ડાઉન હતા. NSE રિયલ્ટી અને PSU સિવાયના તમામ લાભ સાથે બંધ થયા છે.