રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક 15મીએ મળનારી છે. આ બેઠકમાં 11 દરખાસ્ત છે તેમાંથી 7 દરખાસ્ત મનપાના કર્મચારીઓને સારવાર ખર્ચ બદલ આર્થિક સહાય ચૂકવવાની છે. રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળે એટલે તેમાં વિકાસકામો ઉપરાંત મનપાના કર્મચારીઓ અને તેમના પરિવારજનોને હોસ્પિટલ સારવાર ખર્ચ પેટેથી ખાસ આર્થિક સહાય ચૂકવવા માટે દરખાસ્ત હોય છે.
આ કારણે દરખાસ્તની સંખ્યા વધે છે જેને કારણે સમસ્યા સર્જાય છે તેવું માનીને સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કર પટેલે નવો ચીલો ચીતર્યો છે કે આવી કોઇ દરખાસ્ત હોય તેને એકઠી કરવી અને મહિનામા એક વખત તમામ દરખાસ્ત એક જ બેઠકમાં લેવામાં આવશે. આ માટે 15મીએ મળનારી બેઠકમાં સૌથી વધુ દરખાસ્ત સહાયની જ છે.