કોંગ્રેસે છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી માટે બીજી યાદી જાહેર કરી છે. જેમાં 53 ઉમેદવારોને ટિકિટ મળી છે. જેમાં ભિલાઈ નગરના દેવેન્દ્ર યાદવ અને રાયપુર પશ્ચિમના વિકાસ ઉપાધ્યાયના નામ સામેલ છે. ધરસીવાથી વર્તમાન ધારાસભ્ય અનિતા શર્માની ટિકિટ કાપવામાં આવી છે.
અગાઉ નવરાત્રિના પ્રથમ દિવસે પ્રથમ યાદી બહાર પાડવામાં આવી હતી, જેમાં 30 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. રાજ્યની 7 બેઠકો માટે કોંગ્રેસના ઉમેદવારોની જાહેરાત થવાની બાકી છે. છત્તીસગઢમાં કુલ 90 બેઠકો છે.