ઓલા ઈલેક્ટ્રિક બાઈક લોન્ચ થયા બાદ આજે તેના શેરમાં 20%નો વધારો થયો છે. 133 રૂપિયા પર પહોંચી ગયો છે. ઓલાના શેરને બ્રોકરેજ ફર્મ HSBC તરફથી ફર્સ્ટ બાય રેટિંગ પણ મળ્યું છે.
ઓલાએ 15 ઓગસ્ટના રોજ તેની પ્રથમ ઇલેક્ટ્રિક બાઇક રોડસ્ટર લોન્ચ કરી હતી. કંપનીએ તેની વાર્ષિક ઇવેન્ટ 'સંકલ્પ 2024'માં 3 બાઇક મોડલ રોડસ્ટર, રોડસ્ટર એક્સ, રોડસ્ટર પ્રો રજૂ કર્યા.
ઓલાના શેરની ઇશ્યૂ કિંમત 76 રૂપિયા હતી, ત્યારથી શેર લગભગ 75% વધ્યો છે. HSBCએ બાય રેટિંગ સાથે રૂ. 140નો ટાર્ગેટ આપ્યો છે.