ભારત શહેરીકરણના પ્રસ્થાપિત મોજા તરફે આગળતરફી છે. ખાસ કરીને કાર્યક્ષમ જાહેર વાહનવ્યવહાર સિસ્ટમ્સ ક્ષેત્રે સુધારેલુ આંતરમાળખુ આવશ્યક છે. ઓટોમોટીવ ઉદ્યોગ ભારતના સામૂહિક મોબિલીટી ઉકેલોને આધુનિક બનાવે તેવી જરૂરિયાતને ઓળખી કાઢે તે અગત્યનું છે. સુંદર ઉકેલો સમયની તાતી જરૂરિયાત છે, જેમાં સ્માર્ટ બસનું જાહેર વાહનવ્યવહારમાં સંકલન અને જાહેર વાહનવ્યવહાર માટે ઇલેક્ટ્રિક મોબિલીટીની સ્વીકાર્યતાનો સમાવેશ થાય છે.
ખાસ કરીને ઇલેક્ટ્રિક બસ સ્માર્ટ મોબિલીટી ઉકેલો તરીકે ઉભરી આવી છે એટલુ જ નહી પરંતુ બિઝનેસીસ અને આવનજાવન કરનારાઓ (કોમ્યુટર્સ)ની વિકસતી જરૂરિયાતો પણ ભારતના ટકાઉતા એજન્ડામાં યોગદાન આપી રહ્યા છે. આ દ્રષ્ટિએ, ભારત અન્ય ગીચ વસ્તી ધરાવતા પડોશી દેશો પાસેથી પ્રેરણા પણ લઇ શકે છે તેવો નિર્દેશ ટાટા મોટર્સના સીવી પેસેન્જર બિઝનેસ હેડ રોહિત શ્રીવાસ્તવે દર્શાવ્યો હતો. ઉદાહરણ તરીકે ચીન કે જ્યામા આધુનિક બસોએ મોબિલીટી ક્ષેત્રેને પ્રસ્થાપિત કર્યુ છે. દેશ દર 10,000 વ્યક્તિઓ સામે 60 બસનો પ્રશંસાપાત્ર ગુણોત્તર ધરાવે છે, જે દર 10,000 પેસેન્જર્સની સામે ચીનની બસના ફક્ત એક ચતુર્થાંશ હિસ્સા સાથે ઘણો પાછળ છે.
આ અસમાનતા ભારતીય માર્ગો પર બસની હાજરીમાં નોંધપાત્ર વધારો કરવા કરવાની જરૂરિયાત પર ભાર મુકે છે. ઝડપી શહેરીકરણ સાથે જાહેર વાહનવ્યવહારમાં વધારો એ ટ્રાફિક ભીડ પર અને બગડતી જતી એર ક્વોલિટી ઇન્ડેક્સ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો મજબૂત ઉકેલ છે. વધુમાં આધુનિક જાહેર વાહનવ્યવહાર કોમ્યુટર્સ માટે લાભદાયી નીવડશે કેમ કે તે કરકસરપૂર્ણ, સુગમ છે અને અંગત વાહનવ્યવહાર અને ઇંધણની કિંમતોના વધતા ખર્ચને રક્ષણ પૂરુ પાડે છે.