Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

હંમેશા ચર્ચામાં રહેતી ગોંડલની સબજેલમાં કાચા કામના ચાર કેદીએ કાચથી હાથ ઉપર છરકા મારતાં ચારેયને લોહીલુહાણ હાલતમા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.એક જેલ સહાયકની કનડગતથી પગલુ ભર્યાનુ જાણવા મળ્યું હતુ.પ્રાપ્ત વિગતો મુજબ, સબજેલમાં કાચા કામનાં કેદી તરીકે યાર્ડ નં.૧ બેરેક નંબર બેમાં રહેલા શરદ દિલીપભાઈ ભરખડા, અશ્વિન વાલજી ધુડા અને સમીર ફીરોઝ શાહમદારે બપોરે હાથમા કાચ વડે કાપા કરતા ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડાયા હતા.જયારે ટીપુ ઉર્ફ સુલતાન જાનમહમદને પથરીનો દુખાવો હોય હોસ્પિટલે લઇ જવાતા હોસ્પિટલના બાથરુમમાં બારીનો કાચ તોડી હાથ ઉપર કાપા મારતા તેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો.


સબજેલ ની બનેલી ઘટના અંગે અધિક્ષક ગમારાએ જણાવ્યુ કે બપોરે મને આ ઘટનાની જાણ થતાં હુ તુરંત જેલ પર પહોંચી ગયો હતો અને કેદીઓને હોસ્પિટલ લઈ ગયો હતો.કેદીઓએ જેલના જ એક કર્મચારી પર ત્રાસ ગુજાર્યાનો આક્ષેપ કરી પગલુ ભર્યાનું અધ્યક્ષ ગમારાએ જણાવ્યુ હતું.

આત્મહત્યાનો પ્રયાસ કરનાર ટીપુ ઉર્ફ સુલતાન આટકોટનો છે.ધોરાજીમાં તેની પ્રેમીકાના નાક, કાન, કાપી નાખવા અંગે કલમ ૩૦૭ અન્વયે ગુનો નોંધાયો હોય ગોંડલ સબજેલમાં છે.જ્યારે શરદ ભરખડા દારુની હેરાફેરી અંગે જેલમાં સજા ભોગવી રહ્યો છે.અશ્વિન ઘુડા શાપરનો છે.કારખાનેદાર પાસે ખંડણી માંગવા અંગે જેલમાં છે અને સમીર શાહમદાર ગોંડલ આવાસ ક્વાર્ટરમા દેવીપુજકની હત્યા અંગે જેલમાં સજા કાપી રહ્યો છે.