અમેરિકામાં વિપક્ષ પાર્ટી રિપબ્લિકનમાં રાષ્ટ્રપતિપદની દાવેદારીમાં ભારતવંશી નિક્કી હેલી ઝડપથી આગળ વધી રહ્યા છે. હાલની બે ડિબેટ બાદ તેઓ રિપબ્લિકની પ્રાઇમરીમાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સામે મુખ્ય હરીફ બનીને ઉભરી રહ્યા છે. ટ્રમ્પને ન્યૂ હેમ્પશાયર અને સાઉથ કેરોલિનાની બે શરૂઆતી દાવેદારીમાં લીડ મળેલી છે. અહીં હેલી બીજા સ્થાને છે. તેમને ફ્લોરિડાના ગવર્નર રોન ડેસેન્ટિસ કરતા પણ ખુબ આગળ દર્શાવવામાં આવ્યા છે.
ન્યુ હેમ્પશાયરમાં હેલીને સર્વેક્ષણ 19 ટકા મત મળ્યા છે. જ્યારે ડેસેન્ટિસ 10 ટકા મળ્યા છે. ટ્મ્પ 49 ટકાનું સમર્થન હાંસલ કરીને સૌથી આગળ રહ્યા છે. એક નવા સર્વેક્ષણમાં હેલી એકમાત્ર રિપબ્લિકન ઉમેદવાર છે જે ડેમોક્રેટિક રાષ્ટ્રપતિ જોબાઇડેનની સાથે કાલ્પનિક સ્પર્ધામાં આગળ છે. હેલીને 49 ટકા મત મળ્યા છે. જ્યારે બાઇડેનને 43 ટકા મત મળ્યા છે. ટ્રમ્પ સહિત અન્ય તમામ મુખ્ય રિપબ્લિકન ઉમેદવાર પણ બાઇડેનની સામે ગળાકાપ સ્પર્ધામાં મેદાનમાં છે.
હકીકતમાં નિક્કીને મોટો ફાયદો દાવેદાર વિલ હર્ડ પીછેહટ કરી ગયા બાદ થયો છે. ટેક્સાસના પૂર્વ સાંસદ હર્ડને ઉદાર અને ટ્રમ્પના ટીકાકાર તરીકે ગણવામાં આવે છે. હેલીની સાથે અભિયાનની યોજના છે. જેમાં આયોવા, ન્યુ હેમ્પશાયરમાં જીત અને પોતાના વતન રાજ્ય દક્ષિણ કેરોલિનામાં ટ્રમ્પની સાથે આમને સામનેની સ્પર્ધા છે. હેલીના નજીકના અભિયાન સાથીએ ભાસ્કરને કહ્યું હતું કે, ડોનેશન આપનાર લોકો જાણે છે કે 50 ટકા અથવા તો તેનાથી વધુ રિપબ્લિકન ટ્રમ્પથી દૂર રહેવા ઇચ્છુક છે.