Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ દેશના પ્રખ્યાત પૂનાવાલા પરિવારના જવારેહ સોલી પૂનાવાલાની મુંબઈના મોકોના સ્થળોએ આવેલી ત્રણ મિલકત જપ્ત કરી છે, જેની કિંમત લગભગ રૂ. 41.64 કરોડ છે.


જવારેહ સીરમના સ્થાપક સાઈરસ પૂનાવાલાના ભાઈ છે, જે સીરમ ઈન્સ્ટિટ્યુટના ડિરેક્ટર પણ છે. તેમની સામે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (ફેમા)ના ઉલ્લંઘનનો આરોપ છે. પનામા પેપર્સ લીકમાં પણ તેમનું નામ સામે આવ્યું હતું. જવારેહ પર આરોપ છે કે તેણે વિદેશમાં નાણાં મોકલવા નિર્ધારિત લિબરલાઈઝ્ડ રેમિટન્સ સ્કીમ (LRS)નો દુરુપયોગ કર્યો.

LRS હેઠળ મહત્તમ રૂ. 2.5 લાખ ડોલર વિદેશ મોકલી શકાય, જેની આરબીઆઈને જાણ કરવી પડે છે. પૂનાવાલા અને તેના પરિવારજનોએ આ નાણાનું બ્રિટિશ વર્જિન ટાપુઓ સ્થિત મેસર્સ સ્ટેલાસ્ટ લિ.માં રોકાણ કર્યું હતું.