સોશિયલ મીડિયાના આધુનિક યુગમાં છેતરપિંડી તેમજ બ્લેકમેઇલિંગના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે, ત્યારે આવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે અને આ કિસ્સો સામે આવતા વાલીઓ માટે લાલબત્તી સમાન માનવામાં આવી રહ્યો છે. MBAનો અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે પબ્જી ગેમમાં રમવા આવેલા મધ્યપ્રદેશના શખસે તેણીના ફોટા મોર્ફ કરી ન્યૂડ બનાવી વાઇરલ કર્યા હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં યુવતીના માતા-પિતાના ફોટા સાથે પણ રમત રમી બીભત્સ લખાણ લખી વાઇરલ કરતાં યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઓનલાઈન PUBG ગેમ રમતા મિત્રતા થઈ હતી રાજકોટ શહેરમાં રહેતી 22 વર્ષીય યુવતીએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ઈન્સ્ટાગ્રામ આઈડી વાપરનાર તેમજ બે અલગ અલગ મોબાઈલ નંબર ધારકના નામ આપી જણાવ્યું હતું કે, તેણી MBAના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. તેણી એપલ કંપનીનો આઈફોન ઉપયોગ કરે છે તેમાં BATTLEGROUNDS MOBILE INDIA (પબ્જી) નામની ગેમ ડાઉનલોડ કરી અને ગેમ્સ રમતી હતી. જે ગેમ્સ ગ્રુપ બનાવીને રમવાની હોય જેથી તેમાં અલગ-અલગ રાજ્યના લોકો ઓનલાઇન ગેમ્સ રમતા હોય છે. 5 માસ પહેલાં તેણી ઓનલાઇન ગેમ્સ રમતી હતી, ત્યારે WALKER નામ વાળી વ્યક્તિ તેમની સાથે ગેમ્સ રમવા માટે જોઇન થઇ અને ત્યાર બાદ WALKER નામ વાળી વ્યક્તિ સાથે અવાર-નવાર ઓનલાઇન ગેમ્સ રમતા હોય જેથી તેની સાથે મિત્રતા થતા તેણીએ પોતાનું સ્નેપચેટ આઇડી તે શખસને આપ્યું હતું.
વોટ્સએપ પર યુવતીએ પોતાના ફોટા આરોપીને મોકલ્યા હતા સ્નેપચેટ આઈડીમાં બંને અવારનવાર વાતો કરતાં હતાં અને બાદમાં તેણીએ પોતાનો મોબાઇલ નંબર પણ આપ્યો હતો. જેમાં સામેના શખસે પોતાનું નામ અક્ષિત શર્મા હોવાનું અને પોતે મધ્યપ્રદેશનો હોવાનું જણાવ્યું હતું અને પોતાના બે મોબાઇલ નંબર આપ્યા હતા. બંન્ને નંબરમાં અક્ષિત શર્મા સાથે અવાર-નવાર વોટ્સએપમાં વાતચીત કરતા હતાં. તેણીને તે શખસ સાથે મિત્રતા કેળવાઈ જતા પોતાના ફોટા અક્ષિત શર્માને મોકલ્યા હતા.