Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી બુધવારે સવારે દુબઈથી આવેલા પેસેન્જર પાસેથી 53 લાખની કિંમતનું 660.960 ગ્રામનું સોનાનું 24 કેરેટનું બિસ્કિટ તેમજ બેંગકોકથી આવેલી એક મહિલા પાસેથી 2345 કિલોગ્રામ ગાંજો કસ્ટમ વિભાગે પકડ્યો હતો.


એર ઇન્ટેલિજન્સ યુનિટે સ્પાઈસ જેટની ફ્લાઈટમાં દુબઈથી આવેલા એક વ્યક્તિને શંકા જતાં અટકાવ્યો હતો. તેની તપાસ કરતાં શરીરમાં સંતાડેલી 2 કેપ્સ્યુલ હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં સોના અને રસાયણનું મિશ્રણ કરાયું હતું.

જ્યારે થાઈલેન્ડથી આવેલી મહિલા પેસેન્જર ‘થાઈલેન્ડ’ના માર્કાવાળી ટ્રોલી બેગમાં ડ્રગ્સ સંતાડીને લાવી હોવાની માહિતીના આધારે તેની પૂછપરછ તેમજ તેના સામાન્ય તપાસ કરતા ટ્રોલી બેગમાં કપડા અને ફૂડ પેકેટ્સની આડમાં સંતાડેલા મારિજુઆના ડ્રગ્સની ચાર બેગ જપ્ત કરાઈ હતી. મહિલા બેંગકોકથી થાઈ એરવેઝમાં અમદાવાદ આવી હતી. તે આ ડ્રગ્સ કોના માટે લાવી હતી તેની કસ્ટમ વિભાગે તપાસ શરૂ કરી છે.

Recommended