શિયાળાની શરૂઆત થતાં જ સૌરાષ્ટ્રમાં દેશ વિદેશના પક્ષીઓ ખોરાકની શોધમાં શિયાળો ગાળવા માટે વર્ષોથી પ્રવાસ કરીને અહીં આવી પહોંચે છે. ત્યારે આ વર્ષે પણ પક્ષીઓ ગોંડલ પંથકનાં મહેમાન બન્યા છે. વિદેશી પક્ષીઓ ગુજરાત પ્રદેશ અને દરિયા કિનારાના વિસ્તારમાં લાખોની સંખ્યામાં આવે છે.આ પક્ષીઓ ગોંડલ ના વેરી તળાવ,આશાપુરા તળાવ તેમજ આસપાસના તળાવોમાં મોટી સંખ્યામાં શિયાળો પસાર કરે છે. તસ્વીર માં દેખાતા વિવિધ પ્રજાતિના બતક જાતિના પક્ષીઓ લોકલ માઈગ્રેટી પક્ષીઓ છે. આ ઉપરાંત અહીં રિવર ટર્ન, સી ગલ, પેલીકન્સ, ફ્લેમિંગો, કુંજ, હેરિયર, ઓસ્પ્રેય, સ્ટોર્કસ, કિચડિયા પક્ષીઓ, ગાજ હંસ વગેરે વિશાળ સંખ્યામાં શિયાળા દરમ્યાન ગોંડલના મહેમાન બને છે, જે ટુંક સમયમાં આવી પહોંચશે.