Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

આઝાદીના 75 વર્ષની ઉજવણીમાં ખુદ પ્રધાનમંત્રી મોદીએ દેશ માટે નવા 5 સંકલ્પ આપ્યા છે. જેમાં એક સંકલ્પ છે ભારતના વિકાસનો. પ્રધાનમંત્રીએ હાંકલ કરી છે આગામી દશકો ટેક્નોલોજીનો છે. જેથી ભારત પાસે ઘણા ક્ષેત્રમાં આગળ વધવાની તકો છે. જેની શરૂઆત ડિજિટલ ભારતથી થઈ ચૂકી છે. ત્યારે આવો જાણીએ કે સ્પેસ, ટેક્નોલોજી, ડિફેન્સ સહિતના ક્ષેત્રમાં આઝાદી બાદ ભારતે કેવી સિદ્ધિઓ હાંસલ કરી છે.

ભારતની આ સિદ્ધિઓથી હાંફી ગઈ દુનિયા:
1. વર્ષ 1962માં વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈની વિનંતી પર ઇસરોની સ્થાપ્નાની જવાહરલાલ નેહરુએ મંજૂરી આપી
2. 15 ફેબ્રુઆરી 2017માં એક સાથે એક જ સમયે 10 સેટેલાઈટ લોન્ચ કરી સૌથી વધુ સેટેલાઇટ લોન્ચ કરનારો દેશ બન્યો ભારત
3. 3 નવેમ્બર 2013ના દિવસે મિશન મંગળયાન લોન્ચ કરી ભારતે અવકાશે ક્ષેત્રે નવી સિદ્ધિ સર કરી
4. 1984માં રાકેશ શર્મા અવકાશમાં પગ મૂકનાર પ્રથમ ભારતીય બન્યો
5. ભારતે ચંદ્રયાન-1 મિશનથી નાસાના મૂન મિનરોલોજી મેયપર ઈન્સ્ટ્રુમેન્ટના ઉપયોગથી ચંદ્ર પર પાણીની શોધ કરી
6. 19 એપ્રિલ 1975માં ભારતે આર્યભટ્ટ નામનું પ્રથમ સેટેલાઈટ લોન્ચ કર્યું

ટેલિકોમ ક્ષેત્રે અનોમલ સિદ્ધી:
7. 15 ઓગસ્ટ 1995માં ભારતમાં VNSLથી ઇન્ટરનેટની શરૂઆત કરી
8. 1981માં ભારતે પ્રથમ ટેલિકોમ ઉપગ્રહ એપલની સિદ્ધિ મેળવી

આ સિદ્ધિઓ માત્ર ભારત પાસે જ છે:
9. જમ્મુ-કાશ્મીરમાં સૌથી ઊંચો 1315 મીટર લંબાઈનો ચિનાબ રેલવે બ્રિજ બનાવ્યો
10 બિહારના રાજગીરમાં ભારતે પ્રથમ કાચનો બ્રિજ બનાવ્યો
11 જૂનાગઢમાં એશિયાનો સૌથી લાંબો ગીરનાર રોપ-વે
12. 16 એપ્રિલ 1853માં મુંબઈ-થાણે વચ્ચે ભારતની પ્રથમ રેલવે લાઇન શરૂ થઈ

ધર્મક્ષેત્રે ભારતની સિદ્ધિ:
13. પ્રથમ ગ્રેનાઇટ અને 1 હજાર વર્ષ જૂનુ બૃહદેશ્વર મંદિર ભારત પાસે

ડાયમંડમાં પણ ભારત અવ્વલ:
14. સૌ પ્રથમ ભારતના ગોલકોંડાના પ્રદેશોમાં સૌથી પહેલી હીરાની ખાણ શોધનાર દેશ
15. ડાયમંડનું સૌથી મોટું એક્સપોર્ટર બન્યું ભારત

ગણિતનો પાયો ભારતમાં નંખાયો:
16. સૌ પ્રથમ ઝીરની શાબ્દિક શોધ આર્યભટ્ટે કરી હતી. જેને ઈ.સ. પૂર્વે 628માં બ્રહ્મગુપ્તે તેને સાંકેતિકરૂપે દર્શાવ્યું હતું.

દુશ્મનોના દાંતા ખાટ કરે છે ન્યૂ ઈન્ડિયા:
17. વર્ષ 2013માં ભારતનું પ્રથમ એરક્રાફ્ટ INS વિક્રાંતે દુનિયાને દેખાડ્યો દમ
18. વર્ષ 2016માં પાકિસ્તાનમાં ઘૂસીને સર્જિકલ સ્ટ્રાઈકથી જવાનો પરના હુમલાનો બદલો લીધો
19. વર્ષ 1974માં ભારતે પહેલો ન્યુક્લિયર સ્માઈલિંગ બુદ્ધાનું ટેસ્ટ કર્યું

આ ભારતની અજાયબીઓની દુનિયા દિવાની:
20. દુનિયાની સાત અજાયબીઓમાંથી એક ભારતનો તાજ મહેલ
21. પશ્ચિમ બંગાળમાં વિશ્વનું સૌથી મોટું મેન્ગ્રોવ જંગલમાં સુંદરવન રિઝર્વ ફોરેસ્ટ
22. ભારતની પ્રથમ હેરિટેજ સિટી તરીકે અમદાવાદની જાહેરાત
23. ગુજરાતના સાસણ ગીરમાં એશિયાનું સૌથી મોટું સિંહઅભયારણ્ય
24. વિશ્વનું સૌથી ઊંચુ સ્ટેચ્યૂ નર્મદામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી
25. વિશ્વનું 22 ટકા દૂધ ઉત્પાદન કરી વિશ્વનો સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતો દેશ બન્યો ભારત
26. એશિયાની સૌથી મોટી દૂધની બનાસ ડેરી ધરાવતો દેશ છે ભારત
27. કોલકાતમાં બિરલા નામનું વિશ્વનું બીજા નંબરનું પ્લેનેટોરિયમ ભારત પાસે