રાજકોટ શહેર ખાતે યોજાનાર તિરંગાયાત્રાને લઇ યાત્રાના રૂટ ઉપર કોઇ ટ્રાફિક સમસ્યા સર્જાય નહી તેમજ કોઇ અનીચ્છનીય બનાવ બનવા પામે નહી અને તિરંગા યાત્રાને ટ્રાફિકનો અવરોધ ન થાય તે માટે આવતીકાલે સવારે 7 વાગ્યાથી 11.30 વાગ્યા સુધી 8 જેટલા રસ્તા ઉપર વાહનો માટે પ્રવેશ બંધ અને "નો પાર્કિંગ" ઝોન જાહેર કરવામાં આવેલ છે. પોલીસ હેડ કવાટર્સ સર્કલથી બહુમાળી ભવન ચોકથી કસ્તુરબા રોડ ધરમસિનેમા ચોક, ચૌધરી હાઇસ્કૂલ ચોક, અરવિંદભાઇ મણીયાર હોલથી, જયુબેલી ચોક સુધીના રોડ ઉપર તમામ પ્રકારના વાહનો માટે "પ્રવેશ બંધ" અને "નો-પાર્કિંગ" ઝોન જાહેર કરવામાં આવ્યો છે.
પોલીસ હેડ કવાટર્સથી બહુમાળી ભવન ચોક તરફ જવા માટે તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ કરવામાં આવે છે. જે તમામ પ્રકારના વાહનો જુની.એન.સી.સી. ચોકથી કિશાનપરા ચોક અને ચિન્નોઈ માર્ગથી ટ્રાફિક શાખા તરફથી જઈ શકશે.