સોનાના ભાવમાં થોડો ઘટાડો થયો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 24 કેરેટ સોનું 10 ગ્રામ રૂપિયા 41 ઘટીને 71,775 રૂપિયા થઈ ગયું છે.
જો કે આજે ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. એક કિલો ચાંદી 208 રૂપિયા મોંઘી થઈ છે અને 81,500 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહી છે. અગાઉ 6 મેના રોજ ચાંદી 81,292 રૂપિયા પ્રતિ કિલો હતી.
IBJA અનુસાર, આ વર્ષે અત્યાર સુધીમાં સોનાની કિંમતમાં 8,423 રૂપિયાનો વધારો થયો છે. 1 જાન્યુઆરીએ સોનું રૂ. 63,352 હતું, જે હવે રૂ. 71,775 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે. તેમજ, એક કિલો ચાંદીની કિંમત 73,395 રૂપિયાથી વધીને 81,500 રૂપિયા થઈ ગઈ છે