શહેરમાં આપઘાતના બનાવો રોજીંદા બની ગયા છે ત્યારે વધુ એક આપઘાતના બનાવમાં યુવતીએ ફાંસો ખાઇ જીંદગી ટૂંકાવી લીધાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.રણછોડનગરમાં રહેતી સોનલ ધીરૂભાઇ જાગાણી (ઉ.વ.22)એ પોતાન ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઇ લીધો હતો. યુવતીના આપઘાતની જાણ થતાં બી. ડિવિઝન પોલીસ દોડી ગઇ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, સોનલ બે બહેન અને એક ભાઇમાં વચેટ હતી અને ઇમિટેશનનું કામ કરી પરિવારને આર્થિક મદદરૂપ થતી હતી.
પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતી સોનલને ચારેક મહિનાથી માથાના દુખાવાની બીમારી લાગુ પડી હતી અને બીમારીથી કંટાળી તેણે પગલું ભરી લીધાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું. બનાવથી જાગાણી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.