દેશની અર્થવ્યવસ્થા માટે રાહતના સમાચાર છે. આ વર્ષે જૂનના ત્રિમાસિક ગાળામાં રિટેલ લોન લેનારા ગત વર્ષ કરતાં 15% વધ્યા છે પરંતુ ડિફોલ્ટર વધ્યા નથી. ટ્રાન્સયુનિયન સિબિલના ક્રેડિટ માર્કેટ ઇન્ડિકેટર (સીએમઆઇ) અહેવાલમાં આ આંકડા બહાર આવ્યા છે. ટ્રાન્સયુનિયન સિબિલના એમડી અને સીઈઓ રાજેશકુમાર કહે છે કે આ અહેવાલ સ્વસ્થ રિટેલ ક્રેડિટ ગ્રોથની સાથેસાથે આર્થિક સ્થિરતાનો પણ સંકેત છે.
ઑટો લોન લેનારા લોકોમાં સૌથી ઓછા 0.69% જ ડિફોલ્ટર નીકળ્યા જ્યારે ઑટો લોન લેનારો વર્ગ 13% વધ્યો છે. બીજી તરફ પર્સનલ લોન લેનારા લોકોમાંથી માત્ર 0.83% જ ડિફોલ્ટર જાહેર કરાયા છે જ્યારે આવા લોનધારકોની સંખ્યા 12% વધી છે. ગત વર્ષના જૂન ત્રિમાસિક ગાળાની સરખામણીએ ડિફોલ્ટરોનો આંકડો લગભગ સરખો છે.