સમગ્ર પશ્ચિમ બંગાળમાં આશરે 1.30 લાખ સેક્સ વર્કર્સ છે. તે પૈકી 16 હજાર માત્ર કોલકાતાના સોનાગાચી રેડલાઇટ એરિયામાં રહે છે. 300 વર્ષ પહેલાં જ્યારે કોલકાતાનો જન્મ થયો ત્યારથી સોનાગાચીનું અસ્તિસ્વ છે. પરંતુ અહીંની સેક્સ વર્કર્સને 10 વર્ષ પહેલાં જ દુર્ગા પંડાલ સ્થાપિત કરવાના અધિકાર મળ્યા હતા. જ્યારે બંગાળમાં તેમના ઘરની માટીથી જ દુર્ગા પ્રતિમાઓનું નિર્માણ કરવાની પરંપરા છે.
સેક્સ વર્કર્સ સાથે જોડાયેલી દુર્બાર મહિલા સમન્વય સમિતિનાં અધ્યક્ષ 50 વર્ષીય મરજીના બીબી કહે છે કે અમને વર્ષો સુધી સમાજ તરફથી ઘૃણાની નજરથી જોવામાં આવ્યાં છે પરંતુ પૂજાના અધિકારો માટેની લડાઇથી અમે પીછેહટ માટે તૈયાર ન હતાં. ‘આમાદેર અધિકાર, દુર્ગાપીજોર અધિકાર’ એટલે કે અમારો અધિકાર દુર્ગા પૂજોનો અધિકાર. આ સ્લોગન સાથે અમે હાઇકોર્ટ સુધી કાયદાકીય લડાઇ લડી હતી અને જીતી હતી.