શહેરમાં દરરોજ હાર્ટએટેકથી મૃત્યુના કિસ્સા બની રહ્યા છે. 24 કલાકમાં વધુ બે વ્યક્તિના હાર્ટફેઇલ થઇ ગયા હતા. કોઠારિયા રોડ પર ગેરેજમાં બોરવેલની અંદર સૂતેલા યુવકનું નિદ્રાધીન હાલતમાં જ હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હતું. તેમજ માલિયાસણમાં આધેડનું હાર્ટએટેકથી મૃત્યુ થયું હતું.
રાજસ્થાનના ભીલવાડાના દાતરડા ગામનો હનુમાનસિંહ બાલુસિંહ વર્મા (ઉ.વ.40) ગુરુવારે રાત્રે કોઠારિયા રોડ પર ગેરેજમાં બોરવેલ મૂકીને બોરવેલમાં જ રાત્રે સૂઇ ગયો હતો. સવારે તેને ઉઠાડવા જતાં તે નહીં જાગતાં તેને બેભાન હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ તેનું મૃત્યુ થયું હતું. હાર્ટએટેકથી મૃત્યુ થયાનું જણાવાયું હતું.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, હનુમાનસિંહ 20 દિવસ પહેલાં જ રાજકોટ આવ્યા હતા અને કોઠારિયા રોડ પર રફીકભાઇના ગેરેજે બોરવેલ રિપેરિંગમાં મુક્યું હતું. ગુરુવારે રાત્રે બોરવેલમાં સુતા હતા ત્યારે જ નિદ્રાવસ્થામાં મૃત્યુ થયું હતું. હનુમાનસિંહને સંતાનમાં બે પુત્રી અ્ને એક પુત્ર છે.