સીએનજી સ્ટેશનોમાં ગુજરાત એક હજાર બે સીએનજી સ્ટેશનો સાથે દેશમાં પ્રથમ ક્રમાંકે છે. દેશમાં કુલ 5889 સીએનજી સ્ટેશનમાંથી 17 ટકા જેટલા સ્ટેશનનું નેટવર્ક ગુજરાતમાં છે. માત્ર સીએનજી નહીં,પીએનજી અને વ્યવસાયિક અને ઔદ્યોગિક કનેકશનની સંખ્યામાં પણ ગુજરાત દેશમાં પ્રથમ ક્રમાંકે છે.
કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલના જુલાઈ-23 સુધીના આંકડા મુજબ, ગુજરાતના 33 જિલ્લામાં 1002 CNG સ્ટેશન છે. ગુજરાત પછી બીજા ક્રમાંકે 819 સીએનજી સ્ટેશન સાથે ઉત્તર પ્રદેશ અને 778 સાથે મહારાષ્ટ્ર ત્રીજા ક્રમાંકે અને 480 સ્ટેશન સાથે ચોથા ક્રમાંકે દિલ્હી અને 439 સીએનજી સ્ટેશન સાથે હરિયાણા પાંચમાં ક્રમાંકે છે.