મુંબઈ ઈન્ડિયન્સે તેમના બોલરોના ઉત્કૃષ્ટ પ્રદર્શનના દમ પર 18મી સીઝનમાં પોતાની પહેલી જીત નોંધાવી છે. સોમવારે વાનખેડે સ્ટેડિયમ ખાતે ટીમે કોલકાતા નાઈટ રાઈડર્સને 8 વિકેટથી હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા, KKR 116 રનમાં ઓલઆઉટ થઈ ગયું. મુંબઈએ 13મી ઓવરમાં લક્ષ્ય હાંસલ કરી લીધું.
મુંબઈ વતી આઈપીએલમાં ડેબ્યૂ કરનાર ફાસ્ટ બોલર અશ્વિની કુમારે 4 વિકેટ ઝડપી હતી. દીપક ચહરે 2 વિકેટ લીધી. બેટિંગમાં, રાયન રિકેલ્ટને અડધી સદી ફટકારી, જ્યારે વિલ જેક્સે 30 રન બનાવ્યા. કોલકાતા તરફથી અંગક્રિશ રઘુવંશીએ 26 રન બનાવ્યા. ટીમ તરફથી બંને વિકેટ આન્દ્રે રસેલે લીધી
મુંબઈએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી અને 7 બોલમાં 2 વિકેટ ઝડપી. અજિંક્ય રહાણે અને અંગક્રિશ રઘુવંશી સેટ છે. ચોથી ઓવરના પહેલા જ બોલ પર અશ્વિની કુમારે રહાણેને પેવેલિયન મોકલી દીધો. ત્યારબાદ તેણે રિંકુ સિંહ, મનીષ પાંડે અને આન્દ્રે રસેલની મોટી વિકેટો લીધી. તેના પ્રદર્શનથી KKRના બેટ્સમેન બેકફૂટ પર આવી ગયા.