Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ઈઝરાયલ-હમાસના યુદ્ધ વચ્ચે શુક્રવારે ગાઝાની સૌથી મોટી હોસ્પિટલમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. બીજી તરફ ઇઝરાયલને દરેક મોરચે સમર્થન આપનાર અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્રમાં યુદ્ધ વિરામના પ્રસ્તાવ પર મતદાન કરવા મામલે ઇઝરાયેલને સમર્થન આપવાથી અંતર જાળવ્યું હતું. ગાઝામાં માનવતાવાદી સહાયની તરફેણમાં યુદ્ધને રોકવાની માંગ કરતા ઠરાવ પર મતદાન થયું. જ્યારે 10 કાયમી અને 10 હંગામી સભ્યોએ આ પ્રસ્તાવને ટેકો આપ્યો.


આ પ્રસ્તાવનો કોઈપણ દેશે વિરોધ કર્યો નથી. ઈઝરાયલના સમર્થક બ્રિટન પણ મતદાનથી દૂર રહ્યું હતું. રશિયાએ પણ આવું જ કર્યું. પ્રથમ વખત એવું જોવા મળ્યું કે બે વિરોધી દેશો એક સાથે હતા. સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના પ્રતિનિધિ લિન્ડા થોમસ ગ્રીનફિલ્ડે કહ્યું કે, અમને આશ્ચર્ય છે કે કાઉન્સિલના સભ્યોએ હમાસના હુમલાની નિંદા પણ નથી કરી.

હમાસે ઇઝરાયલની ગુપ્ત પાઇપલાઇનને નિશાન બનાવી
હમાસના આતંકવાદીઓએ ઈઝરાયલની ગુપ્ત પાઈપલાઈનને પણ નિશાન બનાવી છે. ગેવ રણમાંથી પસાર થતી ઇલિયટ એશ્કલોન પાઇપલાઇન મધ્ય પૂર્વ, યુરોપ અને એશિયા વચ્ચે અબજો ડોલરના ક્રૂડ ઓઇલના પરિવહન માટે વિશ્વની સૌથી મોટી પ્રણાલી હોવાનું માનવામાં આવે છે. તે કટોકટીની સ્થિતિઓમાં બળતણ પુરવઠો જાળવી રાખવા માટે રચાયેલ છે. તેની લંબાઈ 254 કિમી છે.