અમેરિકન ટીનેજરો પર ગેલપ દ્વારા કરવામાં આવેલા સરવેમાં જાણવા મળ્યું છે કે જે કિશોરો સોશિયલ મીડિયા પર વધુ સમય વિતાવે છે તેમનું માનસિક સ્વાસ્થ્ય ઘણા સ્તરે કથળી રહ્યું છે. અભ્યાસ એ પણ દર્શાવે છે કે કિશોરોનું માનસિક સ્વાસ્થ્ય તેમના સોશિયલ મીડિયાના ઉપયોગ કરતાં માતાપિતા સાથેના તેમના સંબંધોની મજબૂતાઈ સાથે વધુ સંબંધિત છે.
માનસિક સ્વાસ્થ્ય અને વાલીપણાના સર્વેક્ષણમાં 3થી 19 વર્ષની વયનાં બાળકો સાથે રહેતાં 6,643 માતાપિતા અને 1,591 કિશોરોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમાંથી 41% કિશોરો કે જેઓ પાંચ કે તેથી વધુ કલાકો સુધી સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે તેઓ તેમના માનસિક સ્વાસ્થ્યને ખૂબ જ ખરાબ માને છે. 28% માતા-પિતાએ પણ પાંચ કે તેથી વધુ સમય સોશિયલ મીડિયામાં વિતાવતા એવા કિશોરોના માનસિક સ્વાસ્થ્યને પણ ખરાબ ગણાવ્યું છે. વધુમાં જે લોકો સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ કરતા કિશોરોનાં માતા-પિતાએ પણ હતાશા અને ચિંતાનાં સતત લક્ષણો હોવાની શક્યતા વ્યક્ત કરી હતી.
અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું છે કે કિશોરોમાં પણ જેઓ તેમનાં માતાપિતા સાથે મજબૂત અને પ્રેમભર્યા સંબંધ ધરાવે છે તેમના પ્રત્યે સોશિયલ મીડિયાની કોઈ નકારાત્મક અસર જોવા મળી નથી. ડેટા દર્શાવે છે કે માતાપિતા સાથે મજબૂત સંબંધો ધરાવતા યુવાનોને નબળા સંબંધો ધરાવતા કિશોરો કરતાં સોશિયલ મીડિયાના સઘન ઉપયોગથી નુકસાન થવાની શક્યતા ઘણી ઓછી છે.