ભારતીય નૌસેનાએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે, આ ડ્રોન પુણે સ્થિત ભારતીય સ્ટાર્ટઅપ સાગર ડિફેન્સ એન્જિનિયરિંગ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા વિકસાવવામાં આવ્યું છે. તેને ટૂંક સમયમાં જ નેવીમાં સામેલ કરવામાં આવશે.
કંપનીના કો-ફાઉન્ડર બબ્બરે કહ્યું કે ડ્રોન હવામાં ટેકનિકલ ખામી સર્જાયા બાદ પણ સુરક્ષિત લેન્ડિંગ કરવામાં સક્ષમ છે. તેમાં પેરાશૂટ પણ છે, જે ઈમરજન્સી કે ખામી સમયે આપોઆપ ખુલી જશે અને ડ્રોન સુરક્ષિત રીતે લેન્ડ થઈ જશે. તેની સાથે વરુણનો ઉપયોગ એર એમ્બ્યુલન્સ અને દૂરના વિસ્તારોમાં માલ-સામાનની હેરફેર માટે કરી શકાય છે.
ડ્રોનનું પ્રદર્શન જુલાઈમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સામે કરવામાં આવ્યું હતું, જ્યાં તેમની સાથે કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહ પણ હાજર હતા. તેનો વીડિયો નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પણ શેર કરવામાં આવ્યો હતો.