મુંબઈ ઈન્ડિયન્સે IPLના 18મા સીઝનમાં સતત ચોથી મેચ જીતીને પોઈન્ટ્સ ટેબલના ટૉપ-3માં એન્ટ્રી કરી લીધી છે. ટીમે સનરાઈઝર્સ હૈદરાબાદને 7 વિકેટે હરાવ્યું. MIના પૂર્વ કેપ્ટન રોહિત શર્માએ સતત બીજી મેચમાં ફિફ્ટી ફટકારી. ટ્રેન્ટ બોલ્ટે 4 વિકેટ લીધી.
હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં મુંબઈએ બોલિંગ પસંદ કરી. SRHએ 35 રનની અંદર 5 વિકેટ ગુમાવી દીધી. અહીંથી હેનરિક ક્લાસેન અને અભિનવ મનોહરે 99 રનની ભાગીદારી કરી અને ટીમને 143 સુધી પહોંચાડી. મુંબઈએ 3 વિકેટ ગુમાવીને 16મા ઓવરમાં જ ટાર્ગેટ ચેઝ કરી લીધો.
16મી ઓવરના ચોથા બોલ પર સૂર્યકુમાર યાદવે ઝીશાન અસાંરી સામે ચોગ્ગો ફટકાર્યો. આની સાથે જ મુંબઈએ હૈદરાબાદને 7 વિકેટે હરાવી દીધું. સૂર્યાએ 19 બોલમાં 40 રન બનાવ્યા. તેની સાથે તિલક વર્મા પણ નોટઆઉટ રહ્યો.