અમેરિકા અને અન્ય અનેક દેશોમાં થેંક્સ ગિવિંગ ડેથી ફેસ્ટિવલ સીઝનની શરૂઆત થાય છે. પાકથી સંબંધિત તહેવાર થેંક્સ ગિવિંગ ડેના દિવસે ટર્કી નામના પક્ષીમાંથી બનેલા વ્યંજનો લગભગ દરેક અમેરિકન ઘરમાં બને છે. આ જ કારણ છે કે નવેમ્બર દરમિયાન પૂરા અમેરિકામાં ટર્કીની માંગ અને વપરાશ અભૂતપૂર્વ સ્તર પર પહોંચી જાય છે. તેની સપ્લાય માટે મોટા પાયે ટ્રકોની જરૂરિયાત હોય છે. ઇન્ડિયાનાપોલિસીની ફર્સ્ટ કોલ લોજિસ્ટિક્સ કંપની થેંક્સ ગિવિંગના અનેક સપ્તાહ પહેલાથી તેની તૈયારી શરૂ કરી દે છે.
ફર્સ્ટ કોલના કો-સીઇઓ ક્રિસ બ્લેન્ક કહે છે કે તેના માટે ખાસ કરીને રેફ્રિજરેટેડ ટ્રકોની જરૂરિયાત હોય છે. કારણ કે ફાર્મથી સ્ટોર સુધી ટર્કી પહોંચાડવા માટે તેનું તાપમાન નિયંત્રિત રાખવું ખૂબ જરૂરી છે, જેથી લગભગ 5 કરોડ ટર્કી સમય પર અને સુરક્ષિત રીતે સ્ટોર્સ સુધી પહોંચાડી શકાય. આ ખાસ પ્રકારના ટ્રકોને રીફર્સ કહેવામાં આવે છે. નવીન પ્રકારના રીફર ટ્રકોમાં ખાસ પ્રકારના સેન્સર્સ લાગેલા હોય છે જે ડિસ્પેન્ચરને તાપમાનમાં ઉતારચઢાવથી લઇને આ વાત સુધીની જાણકારી આપે છે ડ્રાઇવરે ક્યાંક જોરદાર વળાંક તો લીધો નથી ને.
વર્ષ 2014થી અમેરિકાએ કુલ 3.1 અબજ પાઉન્ડ ટર્કીના માંસની નિકાસ કરી છે. જેમાંથી 450 મિલિયન પાઉન્ડની નિકાસ મેક્સિકો ખાતે કરવામાં આવી છે. થેંક્સગિવિંગ ડે દરમિયાન અંદાજે 4 કરોડની આસપાસ ટર્કીનું વ્યંજન પીરસવામાં આવે છે. જેમાંથી યુએસમાં વાર્ષિક સ્તરે 22% ટર્કીનો ઉછેર કરવામાં આવે છે.