યુરોપીય સંઘની ટોચની અદાલતે આ નિર્ણય સંભળાવ્યો છે કે સમગ્ર યુરોપીય સંઘની સરકારી કચેરીમાં નિષ્પક્ષતાના હિતમાં કર્મચારીઓને ઇસ્લામી હેડસ્કાર્ફ જેવાં ધાર્મિક પ્રતીક પહેરવા પર પ્રતિબંધ મૂકી શકે છે. જોકે, કોર્ટે એ વાત પર ભાર મૂક્યો કે આવા પ્રતિબંધ તમામ કર્મચારીઓ પર સમાન રીતે લાગુ થવા જોઈએ અને દરેક કર્મચારી રાજ્યના કાયદાકીય સંદર્ભમાં ફિટ થવા જોઈએ. કોર્ટે આ નિર્ણય એક મુસ્લિમ કર્મચારી દ્વારા એમ કહ્યા પછી કર્યો કે તે કામ પર હેડસ્કાર્ફ પહેરી શકતી નથી.
કર્મચારીએ પોતાની ફરિયાદમાં પ્રતિબંધને ભેદભાવપૂર્ણ ગણાવ્યો હતો. કોર્ટે સ્વીકાર્યું કે ફરિયાદી દ્વારા રજૂ કરાયેલા પુરાવા પરથી તે સ્પષ્ટ થયું કે ધાર્મિક પ્રતિબદ્ધતાના પ્રકટ સંકેતો પર પ્રતિબંધ હોવા છતાં પણ ઘણાં ધાર્મિક પ્રતીકોને સ્વીકારાયાં. જેમાં ક્રોસવાળી બુટ્ટીઓ પહેરવી કે ક્રિસમસ પાર્ટીનું આયોજન સામેલ હતા. કોર્ટે કહ્યું કે કપડાં કે દાર્શનિક કે ધાર્મિક માન્યતા સાથે સંકળાયેલાં પ્રતીકો પર પ્રતિબંધો સમાન રીતે અમલ કરવો જોઈએ.
આવો નિયમ ભેદભાવપૂર્ણ નથી. જો સરકાર તેને તમામ કર્મચારીઓ માટે સમાન રીતે લાગુ કરે છે આવો નિયમ કરે છે અને સખતાઈ માત્ર જરૂરિયાતના આધાર સુધી જ મર્યાદિત કરાય છે. આ નિર્ણયને મુસ્લિમ યુવાનો અને વિદ્યાર્થી સંગઠનોનું પ્રતિનિધિત્વ કરનારા પેન-યુરોપિયન નેટવર્ક ફેમિસોએ સંભવિત રીતે ધર્મ અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનું ઉલ્લંઘન હોવાનું કહ્યું. સંસ્થાએ કાર્યસ્થળે સમાવેશીતાનું આહવાન કર્યું, જ્યાં તમામ ધર્મના લોકો ભેદભાવના ડર વગર સંપૂર્ણપણે ભાગ લઈ શકે.