યુગાન્ડાની રાજધાની કમ્પાલામાં ઑફ-ડ્યુટી પોલીસકર્મીએ 39 વર્ષીય ભારતીય યુવકની ગોળી મારીને હત્યા કરી હતી. ઘટના 12 મેની હોવાની જણાવવામાં આવી રહી છે. રિપોર્ટ્સ અનુસાર, બંને વચ્ચે 46 હજાર રૂપિયાની લોનને લઈને વિવાદ થયો હતો.
મૃતકનું નામ ઉત્તમ ભંડારી જણાવવામાં આવી રહ્યું છે. હુમલાખોરે ચોરીની AK-47 એસોલ્ટ રાઇફલ વડે યુવકની હત્યા કરા હતી. આ સમગ્ર ઘટના રૂમમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે હુમલાખોરે લેણદાર પર 13 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
12મી મેના રોજ હુમલાખોર ઈવાન વાબવાયર સાથે ભંડારી પાસેથી લોન તરીકે લીધેલી રકમ પરત કરવા બાબતે બોલાચાલી થઈ હતી. કમ્પાલા પોલીસ અધિકારી પેટ્રિક ઓન્યાન્ગોના જણાવ્યા મુજબ, વાબવાયરનો આરોપ છે કે ભંડારીએ તેને લોનની રકમ પરત કરવા કહ્યું હતું જે તેણે ગણતરી કરી હતી તેના કરતા વધુ હતી.
વીડિયોમાં બંને વચ્ચે ઝઘડો જોવા મળી રહ્યો છે. આ પછી વાબવાયર રાઇફલથી હવામાં ફાયરિંગ કરે છે. આ દરમિયાન રૂમમાં હાજર લોકો ચીસો પાડવા લાગ્યા અને ભાગવા લાગ્યા. વાબવાયર ભંડારી પર ગોળીઓ વરસાવે છે. તે લોકોને બહાર લઈ જાય છે અને થોડા સમય પછી પાછો ફરે છે. ભંડારીના શરીરમાં હલનચલન જોઈને તે તેના પર ફરીથી ગોળીબાર કરવા લાગે છે. આ પછી તે કેટલાક કાગળ લઈને જતો રહે છે.