જેફ બેઝોસની કંપનીઓના શેરના ભાવ ઊંચકાતા ફોર્બ્સ મેગેઝિને તૈયાર કરેલા રિયલ-ટાઇમ બિલિયોનર્સ લિસ્ટમાં બેઝોસ ચોથા ક્રમેથી પાછા બીજા ક્રમે આવી ગયા છે જ્યારે ગૌતમ અદાણી ચોથા ક્રમે પહોંચી ગયા છે.
લુઇ વિટ્ટોનના બર્નાર્ડ આર્નોલ્ટ ત્રીજા ક્રમે છે જ્યારે ઇલોન મસ્ક 263.2 અબજ ડોલરની નેટવર્થ સાથે વિશ્વની સૌથી ધનિક વ્યક્તિ તરીકે યથાવત છે. બેઝોસ ગત 16 સપ્ટેમ્બરે ચોથા ક્રમે ફેંકાયા બાદ તેમની નેટવર્થ 3.6 અબજ ડોલરની વૃદ્ધિ સાથે 141.4 અબજ ડોલર થઇ છે.
અમેરિકી શેરબજારમાં છેલ્લા કેટલાક દિવસથી કડાકા બાદ બુધવારે બજાર ઊંચકાતા બેઝોસની નેટવર્થમાં વધારો થયો છે. તેમની અને આર્નોલ્ટની નેટવર્થ વચ્ચે માત્ર 1.4 અબજ ડોલરનો તફાવત છે. આર્નોલ્ટની નેટવર્થ 140.4 અબજ ડોલર છે. ગૌતમ અદાણી 139.1 અબજ ડોલરની નેટવર્થ સાથે ચોથા ક્રમે છે.