Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

આવનારાં કેટલાંક અઠવાડિયાંમાં દુનિયાભરના જિમમાં લોકોની ભીડ જોવા મળી શકે છે. સામાન્ય રીતે નવા વર્ષના પહેલા દિવસે લોકો એકવાર ફરી ફિટ રહેવાનો સંકલ્પ લેશે અને જિમની મુલાકાત લેશે. જોકે, આ લાંબા સમય માટે રહેશે કે થોડા સમય માટેની જ તે નક્કી નથી. તોપણ આવામાં ફિટનેસ ટ્રેનરના પડકારો વધી જાય છે.


આમાં એ જાણવું રસપ્રદ છે કે અન્યને ફિટ રાખનારા ટ્રેનર સ્વયં શારીરિક અને માનસિક રીતે ફિટ અને એનર્જીથી ભરપૂર રહેવા માટે શું-શું કરે છે. મશહૂર ટ્રેનર કેમરુન ડીન મુજબ શરૂઆત સવારે વહેલા ઊઠવાથી થાય છે. સખત વ્યાયામ જરૂરી છે. કોફી એક્ટિવ રાખે છે. સકારાત્મક અને ઉત્સાહિત રહેવા માટે ખાસ એક્ટિવિટી અને અંતમાં દિવસ પૂરો થયા બાદ પરિવાર તથા સ્વયંને સમય આપવો દિનચર્યાનો મુખ્ય ભાગ છે. ત્યારે ફિટનેસ ટ્રેનર બેથની પ્રોસ્ટાનો મુજબ દિવસનો શેડ્યૂલ ખૂબ જ થકવી દેનારો હોય છે.