કાશ્મીરની મહિલાઓ આગવી ઓળખ ઊભી કરી રહી છે. ભારતીય સેનાએ તેના નારીશક્તિ પ્રોગ્રામ હેઠળ કાશ્મીરની 25 મહિલાઓને સન્માનિત કરી છે જે સમાજ સુધારણા માટે મહેનત કરી રહી છે. ચાર મહિલાઓની વાત છે જેણે શિક્ષણ, રમત તેમજ રોજગારના ક્ષેત્રે નવી સંભાવના વધારી છે. તેમાં શકવારી ગામમાં રહેતી ઉલ્ફત, બારામુલાની હમેરિયા, હંદવાડ઼ાની આબિદ વાર અને શ્રીનગરની સાદિયા તારિકનો સમાવેશ થાય છે.
કુપવાડા જિલ્લાના કવારી ગામની ઉલ્ફત બશીરે ‘હર ઘર તિરંગા’’ અભિયાન હેઠળ 3500 ત્રિરંગા બનાવી ગામ માટે નવી ઉપલબ્ધિ હાંસલ કરી. ઉલ્ફતના બનાવેલા ઝંડા પર બનેલું અશોક ચક્ર પારંપરિક કાશ્મીરી કારીગરીથી બન્યું હતું.
આબિદા વાર : છોકરીઓને રોજગારી અપાવી
હંદવાડ઼ાની આબિદા વારે જિલ્લાની છોકરીઓને રોજગારી અપાવી. તે કહે છે, જ્યારે તેને ખબર પડી કે મુંબઈમાં છોકરીઓને હેલ્થ પ્રોફેશનલની ટ્રેનિંગ અપાઈ રહી છે તો મેં છોકરીઓના વાલીને સમજાવ્યા. રોજગારથી છોકરીઓ આર્થિક રીતે સ્વતંત્ર થશે.
સાદિયા તારિક: દેશને વુશુમાં ગોલ્ડ મેડલ અપાવ્યો
ફેબ્રુઆરી 2023માં સાદિયા તારિકે મોસ્કો વુશુ સ્ટાર ચેમ્પિયનશિપમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો. સાદિયા કહે છે ઘણાં વર્ષોથી તાઇક્વાન્ડો રમતી રહી. વુશુમાં સ્વિચ થવું મુશ્કેલ હતું, પરંતુ મેં આ પડકાર લીધો અને હવે આ ખેલમાં જ ઓલિમ્પિકમાં પદક જીતીશ.