એશિયા કપના સુપર-4 તબક્કામાં રવિવારે ભારત-પાકિસ્તાનની મેચ વરસાદ અને ભીના આઉટફિલ્ડને કારણે પૂર્ણ થઈ શકી ન હતી. હવે મેચ રિઝર્વ ડે એટલે કે સોમવારે રમાશે. આજે જ્યાં રોકાઈ હતી ત્યાંથી મેચ ફરી શરૂ થશે. રમત બંધ થઈ ત્યાં સુધીમાં ટીમ ઈન્ડિયાએ 24.1 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 147 રન બનાવી લીધા હતા. અહીંથી જ ફરી મેચ આગળ રમાશે.
રોહિત અને ગિલ અડધી સદી ફટકારીને આઉટ થયા
મેચ અટકી તે પહેલા પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 24.1 ઓવરમાં બે વિકેટે 147 રન બનાવી લીધા હતા. વિરાટ કોહલી 8 અને કેએલ રાહુલ 17 રન બનાવીને અણનમ છે.
શુભમન ગિલ 58 રન બનાવીને આઉટ થયો હતો. તે શાહીન શાહ આફ્રિદીની બોલિંગમાં આઉટ થયો હતો. આ પહેલા કેપ્ટન રોહિત શર્મા (56 રન) શાદાબ ખાનની બોલિંગમાં આઉટ થયો હતો.