Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

શહેરના કાલાવડ રોડ પરના આંબેડકરનગરના અને અગાઉ અનેક ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા રમેશ રાણા મકવાણા અને તેના બે સાગરીત સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. રમેશ રાણાની ગેંગ સામે પોલીસની કડક કાર્યવાહીથી અન્ય ગુનેગારોમાં ફફડાટ ફેલાયો હતો.


તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ બી.આર.ભરવાડે નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે નાનામવા રોડ પરના આંબેડકરનગરના રમેશ રાણા મકવાણા, આણંદપરના હીરા પમા સાગઠિયા અને ન્યારાના ભરત દાના મુછડિયાના નામ આપ્યા હતા. પીઆઇ ભરવાડે ફરિયાદમાં જણાવ્યું હતું કે, રમેશ રાણા મકવાણાએ બે મળતિયા સાથે ગેંગ બનાવી છે. વર્ષ 2016થી 2023 સુધીમાં આ ગેંગે અનેક ગુનાને અંજામ આપ્યો છે. વર્ષ 2020માં રમેશ અને હીરાએ છેતરપિંડી વિશ્વાસઘાતનો ગુનો આચર્યો હતો. આ ઉપરાંત રમેશ, હીરા અને ભરતે ખોટા કુલમુખત્યારનામા બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી રોણકીની જમીનના માલિક પાસેથી રૂ.18 કરોડ પડાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ રમેશ અને ભરતે કાવતરું ઘડી પચાસ ટકા ભાગીદારી હોવાનું ખોટું સાટાખત બનાવી એક કરોડ મેળવી ઠગાઇ કરી હતી. રમેશ, હીરા અને ભરતે આવા દશથી વધુ ગુનાને અંજામ આપ્યા હતા. પોલીસ કમિશનર ભાર્ગવે આ ગેંગ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરતા અન્ય ગુનેગારોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.