પુરુષો કરતાં મહિલાઓને માથાનો દુખાવો વધુ હોય છે. અમેરિકામાં તાજેતરમાં હાથ ધરાયેલા દેશવ્યાપી સરવેમાં આ વાત સામે આવી છે. જેમાં સરવેમાં સહભાગીઓને પૂછવામાં આવ્યું હતું કે ‘શું તેઓ છેલ્લા ત્રણ મહિનામાં માઇગ્રેન અથવા સંબંધિત સમસ્યાઓથી પીડાય છે?’ તેના જવાબમાં પુરુષો કરતાં ત્રણ ગણી વધુ મહિલાઓએ ‘હા’માં જવાબ આપ્યો
માઈગ્રેન : આ માથાના દુખાવાનો મુખ્ય પ્રકાર છે. સામાન્ય રીતે માથાના એક ભાગમાં તીવ્ર દુખાવો થતો હોય છે. તે 15થી 49 વર્ષના વયજૂથની મહિલાઓને વધુ પરેશાન કરે છે. ન્યુરોલોજિસ્ટ કોલીન લાહેન્ડ્રોનું કહેવું છે કે કામ હોય કે સામાજિક અને પારિવારિક જવાબદારીઓને કારણે મહિલાઓને વધુ તણાવ સહન કરવો પડે છે. જે માથાનો દુખાવાનું મુખ્ય કારણ છે.
ઉપાય : જીવનશૈલીમાં ફેરફાર- જેમ કે શારીરિક પ્રવૃત્તિ અને આહારમાં ફળો-શાકભાજી માઈગ્રેન માટે ફાયદાકારક છે.
હોર્મોનના કારણે : મહિલાઓમાં કેટલોક માથાનો દુખાવો એસ્ટ્રોજન હોર્મોન સાથે સંકળાયેલો છે. માસિકસ્રાવ પહેલાં અને દરમિયાન એસ્ટ્રોજનના સ્તરમાં ઘટાડો થવાને કારણે ઘણી સ્ત્રીઓને માથાનો દુખાવો થાય છે. હોર્મોનના સ્તરમાં વિક્ષેપ પણ ગર્ભાવસ્થા દરમિયાન માથાનો દુખાવો કરે છે. મેનોપોઝ આવે ત્યારે હોર્મોનનું સ્તર સ્થિર થઈ જાય છે.
ઉપાય- : લંડન સ્કૂલ ઓફ મેડિસિનના માથાના માથાના દુઃખાવાના નિષ્ણાત ડૉ. એની મેકગ્રેગરે જણાવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન તાણ વધવા ન દો, દરરોજ એક જ સમયે સૂઈ જાઓ અને જાગો. ખોરાકમાં મેગ્નેશિયમ અને પ્રોટીન હોવું જોઈએ. દરરોજ 20-30 મિનિટ એરોબિક કસરત કરો.
તણાવથી માથાનો દુખાવો : પુરુષો કરતાં મહિલાઓને તણાવને કારણે માથાનો દુખાવો થવાની શક્યતા 1.5 ગણી વધારે છે.