બેન્ક ઓફ ઈન્ડિયાએ ફિક્સ્ડ ડિપોઝિટ એટલે કે FD પરના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. હવે તમને બેંકમાં એક વર્ષની FD કરવા પર 6% વાર્ષિક વ્યાજ મળશે. નવા વ્યાજ દરો 2 કરોડથી ઓછીની FD પર અમલમાં આવ્યા છે. આ સિવાય બેંકે સ્પેશિયલ ડિપોઝિટ સ્કીમ (FD) 'મોન્સૂન ડિપોઝિટ' શરૂ કરી છે. મોનસૂન ડિપોઝિટ હેઠળ 400 દિવસની FD કરવાની રહેશે. આ વિશેષ FD પર બેંક દ્વારા સૌથી વધુ 7.25% વ્યાજ આપવામાં આવી રહ્યું છે.
એક્સિસ બેંકે રૂ. 2 કરોડથી ઓછીની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) માટેના વ્યાજ દરોમાં સુધારો કર્યો છે. બેંકે પસંદગીની FD પરના વ્યાજ દરમાં 10 બેસિસ પોઈન્ટ (0.10%)નો ઘટાડો કર્યો છે. એક્સિસ બેંક 7 દિવસથી 10 વર્ષ સુધીની FD પર વાર્ષિક 3.50-7.10% દરે વ્યાજ ચૂકવે છે.