ભારતીય શેરમાર્કેટમાં જે રીતે મજબૂત સ્થિતી બની રહી છે તેને ધ્યાનમાં લેતા આવતા વર્ષે માર્ચ સુધીમાં સ્થાનિક બજારમાં નવો વળાંક આવશે. 2021થી આ વર્ષના નવેમ્બરના પ્રથમ પખવાડિયા સુધી, 148 મેઇન બોર્ડ IPO આવ્યા છે. આમાંથી કંપનીઓએ કુલ રૂ. 2.32 લાખ કરોડ એકત્ર કર્યા છે. બ્રોકરેજ ફર્મ નુવામાના રિપોર્ટ અનુસાર, આમાંથી લગભગ રૂ. 1.6 લાખ કરોડના શેર એન્કર ઇન્વેસ્ટર્સ અને પ્રી-આઇપીઓ રોકાણકારો પાસે લોક-ઇન છે જે માર્ચ 2024 સુધીમાં માર્કેટમાં આવશે.
લિસ્ટિંગના નિયમો મુજબ આઇપીઓ પહેલાના રોકાણકારો 6 મહિના માટે શેર (લોક-ઇન) વેચી શકતા નથી. એન્કર રોકાણકારો આઇપીઓના એક મહિના પછી 50% શેર વેચી શકે છે. બાકીના 50% શેર ત્રણ મહિના પછી વેચવાની છૂટ છે. જો કે આ રોકાણકારો માટે લોક-ઈન પછી શેર વેચવાનું ફરજિયાત નથી. પરંતુ જો બજારનું વલણ નબળું રહેશે તો તેમને નુકસાન સહન કરવું પડી શકે છે.
શેર લોકઇન થતાની સાથે જ માર્કેટમાં મૂવમેન્ટ જોવા મળી શકે છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી માર્કેટમાં એકતરફી તેજીના કારણે ઉપરોક્ત તમામ કંપનીઓને ફાયદો મળી શકે છે તેવું એનાલિસ્ટોનું કહેવું છે. આગામી સમયમાં અનેક કંપનીઓના આઇપીઓ આવી રહ્યાં છે.